નિમ્નલિખિત દરેક પ્રશ્નના 3 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 3 marks.
1) સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો કયા હતા?
Which were the main centres of Indus Valley Civilization?
2) પાનીપતમાં કેટલી લડાઇઓ થઈ? કઈ કઈ?
Howmany battles were fought in Panipat? Name them.
3) વલ્લભી વિષે જણાવો॰
Write about Vallabhi.
4) વી.ડી.સાવરકર વિષે લખો.
Write about V.D.Savarkar.
5) ગોળઘોડીના મેળા વિષે જણાવો.
Write about Golghodi no Melo.
6) ગુજરાતનાં વિવિધ પંથકોમાં બોલાતી બોલીઓનો સામાન્ય પરિચય આપો.
Give brief description of dialects spoken in different parts of Gujarat.
7) હળોતરાં વિષે જણાવો.
Write about Halotara.
8) ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો.
Write about the main rivers of Gujarat.
9) ભારતમાં તાજેતરમાં જળ સંસાધનોના સંદર્ભે રચાયેલ સમિતિ કઈ? તેની ભલામણો જણાવો.
Which is the recent committee that had been formed to recommend as regards water resources of India? What were its recommendations?
10) ટકાઉ વિકાસનો ખ્યાલ સમજાવો.
Explain the concept of Sustainable development.
નિમ્નલિખિત દરેક પ્રશ્નના 5 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 5 marks.
11) ભારતના શાસન ઉપર બ્રિટિશરાજ દરમિયાન ઉપિયોગીતાવાદની થયેલ અસરો જણાવો.
Write about the influence of Utilitarianism on Indian administration during British Rule.
12) જૈન ધર્મમાં જીવનો દ્વૈતવાદનો સિદ્ધાંત સમજાવો.
Explain the dualistic principle of Jiva in Jainism.
13) હિન્દ સ્વરાજમાં રહેલ મો.ક.ગાંધીનું વિચારદર્શન જણાવો.
Write about thoughts presented by M.K.Gandhi in Hind Swaraj.
14) “અનેક લોકજાતિઓના સમન્વય કે સંમિશ્રણથી ગુજરાતની લોકસંસ્કૃતિ સર્જાઈ.” સમજાવો.
“The folk-culture of Gujarat is the result of conglomeration of numerous folk tribes.” Explain.
15) ભારતમાં વૈશ્વિકરણની સામાજિક અસરો કઈ કઈ જોવા મળી છે?
What are the social effects that are created by globalization in India?
16) ભારતમાં વસ્તીવિસ્ફોટના કારણે ઊભી થયેલ સમસ્યાઓ ચર્ચો.
Discuss the problems generated due to population explosion in India.
નિમ્નલિખિત દરેક પ્રશ્નના 10 ગુણ માટે જવાબ આપો.
Answer each of the following questions for 10 marks.
17) જમીન મહેસૂલ માટેની રૈયતવારી પદ્ધતિનો સિદ્ધાંત તથા તે વ્યવસ્થાનાનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો.
Write about the theory of Raiyatwari system, its origin and development.
18) આઝાદી પૂર્વે તથા ત્યારબાદ રાજયોની ભાષા આધારિત રચના કરવા માટે ઉદભવેલ માંગણીઓનો ક્રમિક વિકાસ સમજાવો.
Write about the demands for the formation of states on linguistic basis before and after independence.
19) “બ્રિટીશર્સના સમયમાં ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ, પહેલા ભારતીય સંસ્કૃતિની મહાનતાના સ્વીકાર, ત્યારબાદ તેની નિંદા અને તેનાથી આગળ જતાં કોમવાદી ઈતિહાસલેખનમાં પરિણમ્યો.” સમજાવો.
“The study of Indian culture during British era evolved from acceptance of greatness of Indian culture to its criticism and finally it culminated into communal historiography.” Explain.
20) ભારતીય સહિત્યે આધુનિક રાષ્ટ્રવાદના ખ્યાલના વિકાસમાં કરેલ યોગદાનની નોંધ લખો.
Write about the contribution of Indian literature in the development of the concept of Nationalism.
21) ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો.
Write about the salient features of Indian Society.
22) લોકજીવનમાં મેળાઓનું મહત્વ સમજાવો.
What is the importance of fairs in the lives of people?
23) સ્માર્ટ સિટી એટલે શું? સ્માર્ટ સિટીનો ખ્યાલ સફળ બનાવવા કઈ કઈ બાબતોની આવશ્યકતા છે?
What do you mean by Smart City? Which are the essential things to make the concept of smart city successful?
24) “પ્રૌદ્યોગિકીના વિકાસની સાથે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે.” સમજાવો.
“Economic activities develop with the development of technology.” Explain.
25) ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનના ખ્યાલના અમલીકરણ વિષે સમજ આપો.
Write about the execution of the concept of Disaster Management in India.
Dr.Vikalp R. Kotwal
SAMVIDHAAN Career Academy & Publications
(M) 84697 43567
www.vikalpkotwal.org
It is requested to post model answers also, so that we can have idea of writing answers in mains exam.!😊☺