Current affairs Test Papers for GPSC-1/2

GPSCની વર્ગ 1/2ની 21 ઓકટોબરે લેવાનાર પરિક્ષાને ધ્યાનમાં રાખીને સંવિધાન કરિયર એકેડેમીમાં લેવાયેલ કરન્ટ અફેર્સના ટેસ્ટ અહીં મુકેલ છે. અહીં નવેમ્બર, 2017થી લઈને સપ્ટેમ્બર, 2018 સુધીની ઘટનાઓના પ્રશ્નોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વધુ પ્રશ્નો આવનાર બ્લોગ્ઝમાં મૂકાતા રહેશે. ઉપરાંત answer keys પણ પછીથી મૂકવામાં આવશે. 

 SAMVIDHAAN Career Academy 

 

1) નીચેનામાંથી તાજેતરમાં શેને GI ટેગ આપવામાં આવ્યું?
a) એટીકોપક્કા
b) ડુગ ડુગી
c) બાઘ ચાલ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

2) નીચેનામાંથી કોણ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે લાયક છે?
a) કોઈ પણ વ્યક્તિ કે જે વહીવટી ભાષાઓમાંની કોઈ એક ભાષામાં લખે છે
b) કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ પણ ભારતીય ભાષામાં લખે છે
c) કોઈ પણ ભારતીય નાગરિક કે જે વહીવટી ભાષાઓમાંની કોઈ એક ભાષામાં લખે છે
d કોઈ પણ ભારતીય નાગરિક કે જે કોઈ પણ ભારતીય ભાષામાં લખે છે

 

3) જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે?
a) સાહિત્ય પરિષદ
b) ભારતીય સાંસ્ક્રુતિક સંગઠન
c) ભારતીય જ્ઞાનપીઠ
d) ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ

 

4) તાજેતરમાં નીચેનામાંથી કયા મંદિરને UNESCO Asia-Pacific Award for Cultural Heritage Conservation Programme અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો?
a) કામખ્ય મંદિર(ગૌહાટી)
b) શ્રી રંગનાથસ્વામી મંદિર(તમિલનાડુ)
c) જગન્નાથ મંદિર(પુરી)
d) બૃહદેશ્વર મંદિર(થંજવુર)

 

5) પરંપરાગત સ્પર્ધા એવી કમ્બાલા શા માટે છે?
a) મનુષ્યોને મદદરૂપ થવા બદલ પ્રાણીઓનો આભાર માનવા
b) મનુષ્યોને મદદરૂપ થવા બદલ ખેડૂતોનો આભાર માનવા
c) પ્રાણીઓને રોગોથી બચાવવા બદલ ભગવાનનો આભાર માનવા
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

6) તાજેતરમાં નીચેનામાંથી કયા શહેરને UNESCO Creative City Networkમાં સમાવવામાં આવ્યું?
a) ચેન્નઈ
b) અમદાવાદ
c) હૈદરાબાદ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

7) લઘુમતી મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવતા હુન્નર હાટનો હેતુ ________________ છે.
a) લઘુમતી સમુદાયોના પરંપરાગત કળાઓ અને હસ્તકળાઓના સમૃધ્ધ વરસાનું સંવર્ધન કરવા અને પ્રોત્સાહન આપવા
b) લઘુમતી સમુદાયોના આધુનિક કળાઓ અને હસ્તકળાઓના સમૃધ્ધ વરસાનું સંવર્ધન કરવા અને પ્રોત્સાહન આપવા
c) તમામ સમુદાયોના પરંપરાગત કળાઓ અને હસ્તકળાઓના સમૃધ્ધ વરસાનું સંવર્ધન કરવા અને પ્રોત્સાહન આપવા
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

8) Swachchh Iconic Places એ કોની પહેલ છે?
a) AYUSH મંત્રાલય
b) Ministry of Drinking Water and Sanitation
c) આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

9) નીચેનામાંથી કયું રાજ્ય બિરસા મુંડાની જન્મજયંતિએ રચવામાં આવ્યું હતું?
a) તેલંગાણા
b) ગુજરાત
c) ઝારખંડ
d) સિક્કિમ

 

10) નીચેનામાંથી કોણ ધરતી અબ્બા તરીકે જાણીતું છે?
a) લાલબહાદુર શાસ્ત્રી
b) બિરસા મુંડા
c) એમ.કે.ગાંધી
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

11) તાજેતરમાં લોન્ચ થયેલ પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્રનો નીચેનામાંથી કયો હેતુ નથી?
a) બાલ લિંગ-દરમાં સુધારો
b) ગ્રામીણ મહિલાઓને મળવાપાત્ર લાભો માટે સરકારનો સંપર્ક કરવા સારુ ઇન્ટરફેસ પૂરો પાડવા માટે
c) શહેરી મહિલાઓને તેમની કલાત્મક રચનાઓને પ્રદર્શિત કરાવવામાં મદદરૂપ થવા માટે
d) ઉપરોક્ત બધા જ પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્રના ઉદ્દેશયો છે

 

12) તાજેતરમાં ભારત સરકારે નીચેનામાંથી કયા ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ માટે ઘનિષ્ઠ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો?
a) પંચાયતોના ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ
b) રાજ્ય વિધાનમંડળોના ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ
c) સંસદના ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ
d) ઉપરોક્ત બધા

 

13) તાજેતરમાં બોન ખાતે COP23ની સાથોસાથ Climate Change Performance Index રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટ નીચેનામાંથી કયા પર્યાવણીય સંગઠન દ્વારા પ્રકાશિત કરાયો?
a) Greenpeace
b) Global Footprint Network
c) Earth Island Institute
d) Germanwatch

 

14) કયા વર્ષમાં 26મી નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું?
a) 1947
b) 1949
c) 1950
d) 1979

 

15) કયા વર્ષમાં 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું?
a) 1929
b) 1950
c) 1979
d) 2015

 

16) તાજેતરમાં નીચેનામાંથી કઈ આંતર-રાજ્ય જળ વિવાદ ટ્રિબ્યુનલની મુદ્દત લંબાવવામાં આવી?
a) કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલ
b) રવિ અને બિયાસ જળ વિવાદ ટ્રિબ્યુનલ
c) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

17) કોમર્શિયલ કોર્ટનો અર્થ શો થાય?
a) વાણિજ્યિક સંગઠન દ્વારા સ્થપાયેલ અદાલત
b) રાજ્ય વાણિજ્યિક કરવેરા વિભાગ દ્વારા સ્થપાયેલ અદાલત
c) વાણિજ્યિક વિવાદોનો નિકાલ કરનાર અદાલત
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

18) કયા નેતાની જન્મ જયંતિએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમની જાહેરાત કરાઇ હતી?
a) ડો.ભીમરાવ આંબેડકર
b) એમ.કે.ગાંધી
c) જવાહરલાલ નેહરૂ
d) વલ્લભભાઇ પટેલ

 

19) તાજેતરમાં North East Development Summit ક્યાં યોજાઇ હતી?
a) સિક્કિમ
b) નાગાલેંડ
c) આસામ
d) મણિપુર

 

20) નીચેનામાંથી કયા દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નામ પર ‘rice field laboratory’નું ઉદ્ઘાટન થયું?
a) માલદીવ
b) ઇન્ડોનેશિયા
c) ફિલિપિન્સ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

21) 123મું બંધારણીય સુધારા વિધેયક શેના વિષે છે?
a) આપના દેશનું નામ બદલીને ભારતવર્ષ કરવા વિષે
b) લોકસભા અને રાજયોની વિધાનસભાઓમાં મહિલા અનામત માટે
c) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો અપાવવા માટે
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

22) National Foundation for Communal Harmony નામનું સ્વાયત્ત સંગઠન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
a) માનવ સંસાધન મંત્રાલય
b) લઘુમતી મંત્રાલય
c) ગૃહ મંત્રાલય
d) વિદેશ મંત્રાલય

 

23) National Anti-Profiteering Authorityના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઇ છે?
a) બદ્રિ નારાયણ શર્મા
b) નૃપેન્દ્ર મિશ્રા
c) સ્મિતા સબરવાલ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

24) FEMA શું છે?
a) ભારતની રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા માટેનો અધિનિયમ
b) ભારતના હિતમાં વિદેશી હુંડિયામણને અંકુશમાં રાખવા અને નિયંત્રિત કરવા માટેનો અધિનિયમ
c) દેશની પ્રસિધ્ધિ(fame) વિશ્વભરમાં પ્રસરાવવા માટેની કેન્દ્ર સરકારની પહેલ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

25) “People First” નામના અભિયાનનો હેતુ શું છે?
a) અટલ પેન્શન યોજનાની પહોંચ વધારવી
b) પંચાયતોને મજબૂત બનાવવી
c) વિદેશીઓ કરતાં ભારતીયોને પ્રાધાન્ય આપવું
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

26) અટલ પેન્શન યોજના કયા વયજૂથના વ્યક્તિઓ માટે છે?
a) 18 to 40 વર્ષ
b) 15 to 35 વર્ષ
c) 10 to 50 વર્ષ
d) 18 to 60 વર્ષ

 

27) તાજેતરમાં કયા રાજ્યના વિધાનમંડળમાં અંધશ્રધ્ધા વિરોધી વિધેયક રજૂ કરવામાં આવ્યું?
a) મહારાષ્ટ્ર
b) ગુજરાત
c) તમિલનાડુ
d) કર્ણાટક

 

28) IPCની કઈ કલમ ટ્રાન્સજેન્ડર સમુદાય સંબંધી છે?
a) કલમ-357
b) કલમ-375
c) કલમ-377
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

29) PFRDAનું પૂરું નામ શું છે?
a) Pension Fund Regulatory and Development Authority
b) People’s Forum for Regular and Dedicated Access to Government
c) Prices Fixation and Regulation for Development of Altruistic society
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

30) ઇંચિયન સ્ટ્રેટેજી(Incheon strategy) કોના માટે છે?
a) પર્યાવરણીય આફતોથી અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે
b) યુધ્ધગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે
c) વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે
d) વૃધ્ધ વ્યક્તિઓ માટે

 

31) તાજેતરમાં લોન્ચ કરાયેલ દીનદયાળ સ્પર્શ યોજનામાં SPARSH એટલે?
a) Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby
b) Strategy for Prevention of Airborne Respiratory Sediments for Health
c) System for Preservation of Aesthetic Research in Social Health
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

32) ભારતનું બીજું Technology and Innovation Support Centre ક્યાં સ્થાપવામાં આવશે?
a) અન્ના યુનિવર્સિટિ, ચેન્નઈ
b) IIM-અમદાવાદ
c) ઓસ્માનિયા યુનિવર્સિટિ,હૈદરાબાદ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

33) મહિલા અને બાલ વિકાસ મંત્રાલય હેઠળ આવેલ “હૌસલા” શું છે?
a) મહિલાઓને સશક્ત બનાવવા માટેની એક પહેલ
b) મહિલાઓ માટે રોજગારી ઊભી કરવા માટેની વ્યૂહરચના
c) બાળમજૂરી નાબૂદ કરવા માટેનો કાર્યક્રમ
d) બાળ અધિકાર અઠવાડિયું

 

34) Indian Youth Development Index કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
a) Rajiv Gandhi National Institute of Youth Development
b) Centre for Youth Development and Activities
c) Youth Development Centre
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

35) મોસ્કો ઘોષણા શેના વિષે છે?
a) પોલિયો નાબૂદ કરવા
b) AIDS નાબૂદ કરવા
c) લેપ્રસિ નાબૂદ કરવા
d) ટ્યૂબર્ક્યુલોસિસ નાબૂદ કરવા

 

36) ‘Peace clause’ તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહ્યું છે. તે નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય સંગઠન સંબંધિત છે?
a) IMF
b) IAEA
c) UNESCO
d) WTO

 

37) M-STRiPES શેના માટેની એપ્લિકેશન છે?
a) ભેંસો
b) હાથી
c) ચકલીઓ
d) વાઘ

 

38) ભારત સરકારે તાજેતરમાં Umang એપ્લિકેશન લોન્ચ કરી. તેમાં Umangનો અર્થ શો થાય?
a) Unified Motor Application for New Generation cars
b) Unified Monetary Application for New Generation
c) Unified Mobile Application for New-Age Governance
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

39) તાજેતરમાં કઈ બેન્કે YONO એપ્લિકેશન લોન્ચ કરી?
a) Bank of Baroda
b) State Bank of India
c) Bank of India
d) Corporation Bank

 

40) YONO એ તાજેતરમાં એક બેન્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશન છે. તેનો અર્થ શો થાય?
a) You Need Only One
b) Your Note
c) You On Networking Offer
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

41) સંપ્રીતિ(SAMPRITI) એ કયા બે દેશો વચ્ચેની મિલીટરી એકસરસાઇઝ છે?
a) ભારત અને અમેરિકા
b) ભારત અને મ્યાનમાર
c) ભારત અને બાંગલાદેશ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

42) ચીન દ્વારા કઈ નેવિગેશન સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે?
a) IRNSS
b) Galileo
c) Glonass
d) BeiDou

 

43) APCERTનું પૂરું નામ શું?
a) Alternate Practice to Contain Emergency Remote Threats
b) Access to Protected Computer Emergency Response Team
c) Asia Pacific Computer Emergency Response Team
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

44) ભારત તરફથી કોને Bank of International Settlementમાં નિયુક્ત કરાયા છે?
a) ઊર્જિત પટેલ
b) રઘુરામ રાજન
c) સી.રંગરાજન
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

45) નીચેનામાંથી કોણ International Court of Justiceમાં ફરીવાર ચૂંટાયા?
a) મનોજ ભંડારી
b) દલવીર સિંઘ
c) દલવીર ભંડારી
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

46) 26મી નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
a) પ્રજાસત્તાક દિવસ
b) રાષ્ટ્રીય મતદાતા દિવસ
c) રાષ્ટ્રીય દૂધ દિવસ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

47) ભારત સરકારે ભારતનો સૌપ્રથમ Mega Coastal Economic Zone ક્યાં સ્થાપવાની મંજૂરી આપી છે?
a) કંડલા પોર્ટ
b) વિશાખાપટ્ટનમ પોર્ટ
c) જવાહરલાલ નેહરૂ પોર્ટ
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

48) ભારત સરકારની સૌભાગ્ય યોજના શેના વિષે છે?
a) મહિલાઓને સલામત રાખવા વિષે
b) ભારતીય પરંપરાઓનું રક્ષણ કરવા વિષે
c) વીજળી
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

49) તાજેતરમાં નીચેનામાંથી શેને ઇન્ફ્રાસ્ટ્રકચરનું બિરુદ આપવામાં આવ્યું?
a) રસ્તાઓ
b) લોજીસ્ટિક્સ
c) A અને B બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

50) તાજેતરમાં યુનિયન કેબિનેટે National Testing Agencyની રચનાને મંજૂરી આપી. તે શેના માટે છે?
a) દવાઓના ક્લિનિકલ પરીક્ષણ માટે
b) પરમાણુ પરીક્ષણ માટે
c) ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

51) નીચેનામાંથી IPCની કઈ કલમ વ્યાભિચાર વિષે છે?
a) કલમ 496
b) કલમ 497
c) કલમ 498
d) કલમ 499

 

52) બુધ્ધ વારસાનો ઉત્સવ એવો બોધિ પર્વ એ કોની પહેલ છે?
a) SAARC
b) ASEAN
c) BIMSTEC
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

53) Buenos Aires Declaration on Women & Trade એ નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવેલ ઘોષણા છે?
a) UNESCO
b) WTO
c) ILO
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

54) નીચેનામાંથી કયા દેશ દ્વારા એક વાવાઝોડાને ‘ઓખી’ નામ આપવામાં આવ્યું હતું?
a) ભારત
b) પાકિસ્તાન
c) બાંગલાદેશ
d) મ્યાનમાર

 

55) ‘ઓખી’નો શાબ્દિક અર્થ શો થાય?
a) આંખ
b) સૂકું
c) હિંસક
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

56) ચૂંટણી આયુકતોને તેમના હોદ્દા પરથી કેવી રીતે દૂર કરી શકાય?
a) રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની ભલામણ મુજબ
b) રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી આયુકતની ભલામણ મુજબ
c) સંસદના ઠરાવ દ્વારા
d) તેમણે દૂર કરી શકાય નહીં

 

57) FAME India યોજનામાં FAME શું છે?
a) Foreign Exchange Regulation And Management for Efficient Administration
b) Faster Adoption and Manufacturing of Hybrid & Electric Vehicles
c) Free and Quick Adoption of Manufacturing of Electric Utensils
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

58) FAME India યોજના શેના સંબંધિત છે?
a) વિદેશી હુંડિયામણના વ્યવસ્થાપન
b) ઇલેક્ટ્રીક વાહનો
c) ઇલેક્ટ્રીક સાધનો
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

59) ભારતની પહેલી National Rail and Transportation Universityની સ્થાપના ક્યાં થશે?
a) અમદાવાદ
b) વડોદરા
c) નાગપુર
d) કોલકતા

 

60) FRDI વિધેયકમાં FRDI એ શું છે?
a) Fiscal Resolution and Deposit Insurance
b) Financial Resolution and Deposit Insurance
c) Financial Reporting and Deposit Insurance
d) Fiscal Reporting and Deposit Insurance

 

61) નીચેનામાંથી કયું/કયા ગંગા ગ્રામ પ્રોજેકટનો/ના ઉદ્દેશ્ય નથી?
i. ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન
ii. જૈવિક ખેતી
iii. તળાવો અને જળ સંસાધનોનું નવીનીકરણ
iv. ઔષધીય છોડવાઓને પ્રોત્સાહન
a) 2 અને 4
b) 1, 2 અને 4
c) 1 અને 4
d) ઉપરોક્ત તમામ એ પ્રોજેકટના ઉદ્દેશ્યો છે

 

62) નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં હિન્દુઓને લઘુમતી ગણવા માટેની માંગ થઈ રહી છે?
a) અંદામાન અને નિકોબાર ટાપુઓ
b) છત્તિસગઢ
c) લક્ષદ્વીપ
d) હિન્દુઓને લઘુમતી ગણવા માટેની માંગ અમુક રાજ્યોમાં થઈ રહી છે નહીં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં

 

63) હોર્નબિલ ઉત્સવ ક્યાં ઉજવાય છે?
a) સિક્કિમ
b) નાગાલેન્ડ
c) આસામ
d) ત્રિપુરા

 

64) તાજેતરમાં મંજૂરી પામેલ IIM વિધેયકમાં નીચેનામાંથી કઈ જોગવાઈ/ઓ છે?
a) IIMs એ Institutes of National importance બનશે
b) IIMsને ડિગ્રી આપવાની સત્તા પ્રાપ્ત થશે
c) a અને b બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

65) તાજેતરમાં લોકસભામાં Indian Forest(Amendment) bill, 2017 નામનું સુધારા વિધેયક રજૂ થયું. તે શેના માટે છે?
a) વન્ય વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઉગાડાતા વાંસને કાપવા અને તેમના પરિવહનને સરકારની મંજૂરીમાથી બાકાત રાખવા વિષે
b) વન્ય વિસ્તારમાં ઉગાડાતા વાંસને કાપવા અને તેમના પરિવહનને સરકારની મંજૂરીમાથી બાકાત રાખવા વિષે
c) વન્ય વિસ્તાર તથા વન્ય વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઉગાડાતા વાંસને કાપવા અને તેમના પરિવહનને સરકારની મંજૂરીમાથી બાકાત રાખવા વિષે
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

66) Juvenile Justice Act, 2015માં સંશોધન માટેની ચર્ચા શરૂ થઈ છે. તે શું છે?
a) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ્સને દત્તક લેવાની કાર્યવાહીમાં આદેશ આપવાની સત્તા આપવા વિષે
b) અદાલતોને દત્તક લેવાની કાર્યવાહીમાં આદેશ આપવાની સત્તા આપવા વિષે
c) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ્સ અને અદાલતોને દત્તક લેવાની કાર્યવાહીમાં આદેશ આપવાની સત્તા આપવા વિષે
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

67) કથાકાર શું છે?
a) મૌખિક વાર્તા કરવા અંગેનો ઉત્સવ
b) સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત વાર્તાકાર
c) a અને b બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

68) ઘૂમક્કડ નારાયણ એ કોની પહેલ છે?
a) UNESCO
b) UNICEF
c) WTO
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

69) ગયા વર્ષે(2016) UNESCOના Representative list of Intangible Cultural Heritage of Humanityમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરાયો હતો?
a) યોગ
b) કુંભ મેળો
c) છાઉ નૃત્ય
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

70) નીચેનામાંથી કયું/કયાં UNESCOના Representative list of Intangible Cultural Heritage of Humanityમાં સમાવાયેલ નથી?
i. યોગ
ii. રામલીલા
iii. લદાખના બુધ્ધ રટણ
a) ફક્ત 1
b) 2 અને 3
c) ફક્ત 3
d) ઉપરોક્ત બધા યાદીમાં છે

 

71) ભારતે Prosperity Indexમાં નીચેનામાંથી કયો ક્રમ હાંસલ કર્યો?
a) 90મો
b) 100મો
c) 130મો
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

72) નીચેનામાંથી કયાં ઇન્ડેક્સમાં વૈશ્વિક સ્તરે ભારતે 100મો ક્રમ હાંસલ કર્યો?
a) Ease of doing business
b) Prosperity index
c) a અને b બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

73) Prosperity Index કોના દ્વારા બનાવવામાં આવે છે?
a) Legatum Institute
b) Oxford University
c) Cambridge University
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

74) ભારતમાં આરોગ્ય ક્ષેત્ર સંદર્ભે NAM એ શું છે?
a) New Age Mission
b) National Accreditation for Management of health
c) National AYUSH Mission
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

75) નીચેનામાંથી કઈ પધ્ધતિ/ઓ એ AYUSHનો ભાગ નથી?
i. આયુર્વેદ
ii. યોગ
iii. સિધ્ધ
iv. યુનાની
v. હોમિયોપેથી
a) 2 અને 3
b) ફક્ત 3
c) 2 અને 4
d) ઉપરોક્ત બધી AYUSHનો ભાગ છે

 

76) નીચેનામાંથી કઈ ટ્રિબ્યુનલને તાજેતરમાં એક-સભ્યવાળી બેન્ચ રાખવાની સત્તા મળી?
a) CAT
b) NGT
c) ISWDT
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

77) National Green Tribunal વિષે નીચેનામાંથી શું સાચું છે?
i. તે પર્યાવરણના રક્ષણને લગતા કેસો માટે છે
ii. તે Civil Procedure Code, 1908ની પ્રક્રિયાઓને અનુસરવા બંધાયેલ છે
iii. તે નૈસર્ગિક ન્યાયના સિધ્ધાંતો ઉપર કાર્ય કરે છે
a) ફક્ત 1
b) 1 અને 2
c) 1 અને 3
d) તમામ

 

78) નીચેનામાંથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કઈ કલમ વિદેશ વસતા ભારતીય નાગરિકોને મતદારયાદીમાં દાખલ કરવા નોંધણી માટેની જોગવાઈ ધરાવે છે?
a) 19
b) 20
c) 20A
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

79) નીચેનામાંથી કયું રાજ્ય દેશમાં પહેલું એવું રાજ્ય બન્યું કે જેણે આખા રાજયમાં એકસમાન અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓનું માળખું ઊભું કર્યું હોય?
a) કર્ણાટક
b) મધ્યપ્રદેશ
c) ગુજરાત
d) તામિલનાડુ

 

80) Payment of Gratuity Act, 1972 કોને લાગુ પડે છે?
a) 10 અથવા તેથી વધુ લોકોને કામ પર રાખતી જગ્યાએ
b) 20 અથવા તેથી વધુ લોકોને કામ પર રાખતી જગ્યાએ
c) 50 અથવા તેથી વધુ લોકોને કામ પર રાખતી જગ્યાએ
d) 100 અથવા તેથી વધુ લોકોને કામ પર રાખતી જગ્યાએ

 

81) પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેકટ એ શું પૂરું પાડવા વિષે છે?
a) કોલસો
b) પેટ્રોલિયમ
c) કેરોસીન
d) રાંધણ ગેસ

 

82) PRASAD યોજનામાં PRASAD શું છે?
a) Pilgrimage Rejuvenation and Spirituality Augmentation Drive
b) Provision for Regular Aviation for Sustained Air Distance travel
c) Particularisation Regarding Ammunition and Safety of Atmosphere in Defence
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

 

83) નીચેનામાંથી ગુજરાતના કયા શહેરને PRASAD યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે?
a) પાવાગઢ
b) બારડોલી
c) દ્વારકા
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

84) તાજેતરમાં તકલીફમાં મુકાયેલ મહિલાઓ માટે નીચેનામાંથી કયા રાજ્યએ SAKHI One Stop Crisis Centre લોન્ચ કર્યું?
a) પંજાબ
b) હરિયાણા
c) ગુજરાત
d) પશ્ચિમ બંગાળ

 

85) SAKHI યોજના વિષે નીચેનામાંથી શું સાચું છે?
i. તે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે
ii. તે નિર્ભયા ફંડ હેઠળની પહેલ છે
iii. તકલીફમાં મુકાયેલ મહિલાઓ માટે SAKHI One Stop Crisis Centre લોન્ચ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું
a) ફક્ત 1
b) ફક્ત 2
c) 1 અને 2
d) 2 અને 3

 

86) ભારત સરકારના SANKALP પ્રોજેકટમાં SANKALP શું છે?
a) Skills Acquisition and Knowledge Awareness for Livelihood Promotion
b) Sustainable Action for Knowledge Awareness for Livelihood Promotion
c) Short Agenda to Nurture Knowledge for Awareness of Livelihood Programmes
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

87) SANKALP project વિષે નીચેનામાંથી શું સાચું છે?
i. તે કેન્દ્ર સરકારનો પ્રોજેકટ છે
ii. પ્રોજેકટ માટે લોન વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવી છે
iii. તે યુવકો-યુવતીઓને બજાર સંબંધી તાલિક આપશે
a) ફક્ત 1
b) ફક્ત 2
c) 1 અને 3
d) તમામ

 

88) નીતિ આયોગની પહેલ એવા SATH એટલે શું?
a) Sustainable Action for Transforming Human capital
b) Sustained Action for Transforming Health
c) Sustainable Agenda for Transfering Humans
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

89) નીતિ આયોગની પહેલ એવા SATHનો ઉદ્દેશ્ય શું છે?
a) જિલ્લાઓના સરકારી દવાખાનાઓના કામકાજમાં ખાનગી સંસ્થાઓને ભાગીદાર બનાવવી
b) લોકોને સરકારની કામગીરીમાં ભાગીદાર બનાવવા
c) લોકોને સરકારના વહીવટમાં સહકાર આપવાની અરજ કરવી
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

90) નીચેનામાંથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કઈ કલમ ભારતીય નાગરિકને સંસદ અથવા રાજય વિધાન સભાની બે બેઠકો ઉપરથી ચૂંટણી લડવાની પરવાનગી આપે છે?
a) કલમ – 20A
b) કલમ – 30
c) કલમ – 33(7)
d) કલમ – 33(17)

 

91) Indian Institute of Petroleum and Energy વિષે નીચેનામાંથી શું સાચું છે?
a) તે વિશાખાપટનમમાં આવેલું છે
b) તેને Institute of National Importanceનો દરજ્જો મળેલ છે
c) a અને b બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

92) ટ્રેકોમા વિષે નીચેનામાંથી શું સાચું છે?
a) તે આંખ સંબંધી રોગ છે
b) ભારત ‘Infective Trachoma’થી મુક્ત જાહેર થયું છે
c) a અને b બંને
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

93) નીચેનામાંથી કયું રાજ્ય કેન્દ્ર સરકારના ટ્રિપલ તલાક વિધેયકને સમર્થન કરનારું પહેલું રાજ્ય બન્યું?
a) ઉત્તરપ્રદેશ
b) ઉત્તરાખંડ
c) કેરાલા
d) ઓડિશા

 

94) AIDSનું પૂરું નામ શું છે?
a) Acquired Immuno-Deficiency Syndrome
b) Acquired Infectious-Deficiency Syndrome
c) Acquired Immuno-Deficiency Symptoms
d) Acquired Infectious Defective Syndrome

 

95) AIDS દિવસ ક્યારે ઉજવાય છે?
a) 1 ડિસેમ્બર
b) 15 ડિસેમ્બર
c) 25 ડિસેમ્બર
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

96) HIVનું પૂરું નામ શું છે?
a) Human Immunodeficiency Virus
b) Human Infectious Virus
c) Health Immuno Virus
d) ઉપરનામાંથી એક પણ નહીં

 

97) Atal Tinkering Lab’s Community એ શેના વિષે છે?
a) Atal Tinkering Labની અસરને મહત્તમ બનાવવા વિષે
b) અટલ બિહારી વાજપાઈની કવિતાઓને લોકપ્રિય બનાવવા વિષે
c) અટલ બિહારી વાજપાઈની વિચારધારાને પ્રસરવવા વિષે
d) સફાઈની પધ્ધતિઓ વિષે જાગૃતિ ઊભી કરવા વિષે

 

98) Buenos Aires ક્યાં આવેલું છે?
a) ગ્રીસ
b) થાઈલેન્ડ
c) સ્કોટલેન્ડ
d) આર્જેંટીના

 

99) કઈ હાઈકોર્ટે Cigarette and other Tobacco Products(Packaging and Labelling) Amendment Rules, 2014ને ગેરબંધારણીય જાહેર કર્યા?
a) ગુજરાત
b) ઉત્તરપ્રદેશ
c) કર્ણાટક
d) મહારાષ્ટ્ર

 

100) સામાજિક અન્વેષણ ઉપર કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય કયું?
a) જમ્મુ-કશ્મીર
b) મેઘાલય
c) આંધ્રપ્રદેશ
d) છત્તીસગઢ

www.vikalpkotwal.org / M – 84697 4357

3 thoughts on “Current affairs Test Papers for GPSC-1/2”

  1. Hello, please can you help me with answer key?
    Because this answers key given below is not matching with questions.

    Thank you

Leave a Reply to Vaibhav Cancel reply

Your email address will not be published. Required fields are marked *