આદર્શ વર્ણનાત્મક ઉત્તરો

 

1) ભારતનું બંધારણ વિશ્વના અન્ય દેશોના બંધારણો કરતાં  કઈ રીતે અલગ તરી આવે છે?  ( 5 ગુણ ) 

– ભારતનું  બંધારણ કદની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું બંધારણ છે.

– તે સંસદીય સર્વોચ્ચત્તા અને ન્યાયિક સ્વતંત્રતાના સિધ્ધાંતોનો સમન્વય ધરાવે છે.

– તે નહિ સંપૂર્ણ સમવાયી  કે નહિ સંપૂર્ણ એકાત્મક તેવું અર્ધ-સમવાયીતંત્ર તૈયાર કરે છે.

– તેમાં મૂળભૂત અધિકારોથી આગળ નાગરિકોની ફરજો( મૂળભૂત ફરજો ) તથા રાજયોની ફરજો ( રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો)નો ઉલ્લેખ જોવા મળે છે.

 

2) સર્વોચ્ચ અદાલતનું આપીલીય અધિકારક્ષેત્ર સમજાવો. ( 5 ગુણ )

– સર્વોચ્ચ અદાલત મુખ્યત્વે અપીલ માટેની  જ  અદાલત છે. તે બંધારણીય બાબતો, દિવાની બાબતો, ફોજદારી બાબતોમાં વડી અદાલતોના ચુકાદાઓ વિરુધ્ધ અપીલ સાંભળી શકે. ઉપરાંત તે દેશની કોઈપણ અદાલત અથવા ટ્રિબ્યુનલ ( સૈન્ય ટ્રિબ્યુનલ અને કોર્ટ માર્શલ સિવાય) દ્વારા આપવામાં આવેલ ચુકાદા વિરુધ્ધ વિશેષ અનુમતિ દ્વારા અપીલ સાંભળી શકે. ( Appeal by special leave)

 

3) ન્યાયિક સમિક્ષાના ખ્યાલની અગત્ય સમજાવો. ( 5 ગુણ )

– ન્યાયિક સમીક્ષાની સત્તા દ્વારા  ન્યાયતંત્ર ધારાકીય અંગના કોઈ કાયદા અથવા  કારોબારી અંગના કોઈ આદેશની  બંધારણીય યોગ્યતા/કાયદેસરતા ચકાસે છે. આમ કરીને તે બંધારણને જાળવી રાખે છે.  તે સરકારી કાર્યવાહીને કાયદેસર બનાવી બંધારણને સરકારના અનુચિત અતિક્રમણ વિરુધ્ધ રક્ષણ આપે છે. ટૂંકમાં ન્યાયિક  સમીક્ષાની સત્તા દ્વારા ન્યાયતંત્ર એ સરકારના ધારાકીય, કારોબારી અને વહીવટી  અંગોને  બંધારણના દાયરામાં  સીમિત રાખે છે.

 

4) જિલ્લા આયોજન સમિતિ વિશે જણાવો. ( 3 ગુણ )

– વર્ષ 1992માં 74મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરાયેલ નવા ભાગ, ભાગ-9(ક)માં  અનુચ્છેદ-243ZD દ્વારા જિલ્લા આયોજન સમિતિને બંધારણીય દરજ્જો મળ્યો અને  તેથી આયોજનની પ્રક્રિયાનું  વિકેન્દ્રીકરણ થયું. તે જિલ્લા કક્ષાએ  જિલ્લામની પંચાયતો અને નગરપાલિકાઓએ તૈયાર કરેલ યોજનાના એકત્રીકરણ તથા સમગ્ર જિલ્લા માટે વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનું કાર્ય કરે છે.

 

5) પ્રોટેમ સ્પીકર વિશે લખો. ( 3 ગુણ )

– ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નવી ચૂંટાયેલી લોકસભાની પ્રથમ બેઠકની તરત પહેલા પાછલી  લોકસભાના સ્પીકર  પોતાનો હોદ્દો  ખાલી કરશે. તેથી રાષ્ટ્રપતિ નવી લોકસભા  માટે  લોકસભાના  કોઈ  સભ્યને  કામચલાઉ ધોરણે સ્પીકર તરીકે નિયુક્ત કરે છે કે જેમને પ્રોટેમ સ્પીકર કહેવાય.  તેઓ પ્રથમ બેઠકની  અધ્યક્ષતા કરે છે  અને સભ્યોને શપથ ગ્રહણ કરાવે છે.

1 thought on “આદર્શ વર્ણનાત્મક ઉત્તરો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *