પબ્લિકેશન્સ (પ્રકાશન)

જ્યારે જાહેર સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનો પ્રશ્ન હોય ત્યારે જે સૌથી અગત્યનું સાધન હોય તે છે સારા, પ્રમાણભૂત અને વિશ્વસનીય પુસ્તકો. જ્યારે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓની વાત આવે ત્યારે, અંગ્રેજી ભાષામાં અઢળક પુસ્તકો છે કે જે સહેલાઇથી ઉપ્લબ્ધ હોય છે અને સાથે  વિશ્વસનીય પણ છે. પરંતુ જ્યારે રાજ્ય સ્તરની પરીક્ષાઓની વાત આવે ત્યારે સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયોની તૈયારી માટે ગુજરાતી ભાષામાં સારા સાહિત્યની ઉણપ વર્તાય છે. આ ઉણપ પૂરી કરવાના હેતુથી વર્ષ ૨૦૧૫માં સંવિધાન પબ્લિકેશન્સની સ્થાપના કરાઇ હતી. આ સખત સ્પર્ધાના સમયમાં ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા સાહિત્યનો ચહેરો બદલવો જ રહ્યો. આ પ્રક્રિયામાં અગ્રણી બનવામાં સંવિધાન પબ્લિકેશન્સ પ્રસન્નતા અનુભવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ સાહિત્ય પૂરું પાડવા સારુ સંવિધાન પબ્લિકેશન્સ કટિબદ્ધ છે. અત્યાર સુધી સંવિધાન પબ્લિકેશન્સનું કાર્યક્ષેત્ર ગુજરાતી ભાષા પૂરતું સીમિત રહ્યું છે. પરંતુ આવનાર સમયમાં તે પોતાના આયામને વિસ્તારી અંગ્રેજી ભાષામાં પણ સાહિત્ય પૂરું પાડવાનો મનસૂબો રાખે છે.

 

અમારી અત્યાર સુધીની રચનાઓ

૧) જે દિવસે ભારતના બંધારણના પિતા, ડો.ભીમરાવ આંબેડકરજીનો જન્મ થયો હતો તે દિવસે(૧૪ એપ્રિલ) વર્ષ ૨૦૧૫માં સંવિધાન પબ્લિકેશન્સનું પ્રથમ પુસ્તક “ભારતનું બંધારણ – એક રાષ્ટ્રની સંહિતા” પ્રકાશિત કરાયું હતું. પુસ્તકમાં સરળ અને રસપ્રદ ભાષામાં ભારતના બંધારણની વિગતોનું વર્ણન કરાયું છે.

૨) પુસ્તકશ્રેણીમાં આગળ “જાહેર વહીવટ” નામનું બીજું પુસ્તક વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત કરાયું હતું. આ પુસ્તક એ તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ છે કે જેમનો વૈકલ્પિક વિષય જાહેર વહીવટ હોય ઉપરાંત એ વિદ્યાર્થીઓ કે જેઓ GPSC વર્ગ ૧-૨, CTO વગેરે જેવી પરીક્ષાઓના સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રમાં પૂછાતાં જાહેર વહીવટના પ્રશ્નો માટે તૈયારી કરવા ઇચ્છતા હોય.

૩) સૂચિમાં વધુ એક ઉમેરાનાર પુસ્તક એટલે “વિજ્ઞાન અને ટેક્નોલોજી”. આ એક હાથવગી રાખી શકાય તેવી પુસ્તિકા છે કે જેમાં ટેક્નોલોજી વિષયના પરિક્ષાલક્ષી તમામ અગત્યના પાસા આવરી લેવામાં આવ્યા છે.

૪) સંવિધાન પબ્લિકેશન્સે એક નવીનતમ દ્રષ્ટિકોણ અપનાવીને ભારતના બંધારણનો ગુજરાતી ભાષામાં ચાર્ટ પ્રકાશિત કર્યો. ભારતના બંધારણના તમામ અનુચ્છેદો અને પરિશિષ્ટોને સંક્ષિપ્તમાં એક જ ચાર્ટમાં સમાવી લેવામાં આવ્યા છે. આ ચાર્ટ એવા વિદ્યાર્થીઓના રુમ્સની દિવાલોને સુશોભિત કરવા માટે છે કે જેઓ સતત બંધારણને અનુભવવા ઇચ્છતા હોય.

૫) વધુ એક ચાર્ટ “ભારતીય દંડ સંહિતા” વિશે પ્રકાશિત કરવામાં આવ્યો. આ ચાર્ટ મુખ્યત્વે PSI/ASI/કોન્સ્ટેબલની પરીક્ષાઓની તૈયારી કરનાર ઉમેદવારોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો છે.

 

5 thoughts on “પબ્લિકેશન્સ (પ્રકાશન)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *