GPSC 2019 Prelims Solutions

 

અહીં માત્ર ભારતીય રાજ્યવ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, કરન્ટ અફેર્સ અને ઈતિહાસના  અમુક જ પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે.

નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારીની પ્રાથમિક કસોટી અંગેના બ્લોગમાં જણાવ્યું હતું તે જ મુજબ GPSC વર્ગ 1/2ની પરીક્ષાનું સ્તર ધારણા મુજબ જ ઘણું ઊંચુ રહ્યું. આ સ્તર સાથે જ એ સ્પષ્ટ થાય કે UPSC અને GPSCની પરીક્ષાઓ વચ્ચે ભેદ કરવો એ મિથ્યા-પ્રયત્ન માત્ર છે. દરેક વિષયની ઊંડાણપૂર્વકની સમજ એ પરીક્ષા માટેની તાતી જરૂરીયાત છે.

ગુજરાતમાં છેલ્લા અમુક મહિનામાં તૈયારીઓના માહોલને જોતા એ ખાસ નોંધ લેવી રહી કે હજુ સ્પર્ધક મિત્રો એટલી ગંભીરતા દાખવી રહ્યા નથી. વર્ગ 1/2 માટેની તૈયારીઓ હજુ વર્ગ ૩ની તૈયારીઓના વાતાવરણમાંથી બહાર આવી નથી. અને આ માટે જેટલા સ્પર્ધકો જવાબદાર છે તેથી વધુ જવાબદાર છે કોચિંગ ક્લાસીસના સંચાલકો, વ્યાખ્યાતાઓ અને YouTube તેમજ રાફડાની જેમ ફાટી નીકળેલ mobile applicationsમાં વીડિઓ  લેક્ચર્સ. ખેદપૂર્વક કહેવું રહ્યું કે એક પણ YouTube channel કે mobile application એવી નથી(એક પણ નહિ) કે જે વર્ગ 1/2ની સામાન્ય તૈયારીઓ માટે પણ વિદ્યાર્થીઓને સજ્જ કરી શકે. બોર્ડ ઉપર લખીને વીડિઓ લેક્ચરમાં એ જ બોલી જનાર વ્યક્તિઓ અત્યારે લેકચરર તરીકે પ્રસિદ્ધ થઇ રહ્યા છે, શિક્ષણ જગત માટે આનાથી વધુ ખરાબ શું હોઈ શકે. વિદ્યાર્થીઓએ જલ્દીથી બોધપાઠ લેવાની જરૂર છે. દરેક વિષય તનતોડ મહેનત માંગે છે. એમાં પણ જ્યારે vacancies આટલી ઓછી હોય ત્યારે કોઈના ભરોસે રહેવાનું જોખમ ન લેવાય. સ્વતૈયારી પર વિશ્વાસ રાખો અને આ માટે સૌથી પહેલા ગુજરાતીમાં વીડિઓ લેક્ચર્સ અને mobile applicationsથી દૂર રહો. અંગ્રેજી અખબારો અને internetનો મહત્તમ ઉપયોગ કરો. યોગ્ય વ્યક્તિઓ સાથે સમૂહ ચર્ચાઓ(Group discussions)ની ટેવ પાડો. પ્રિલિમ્સ અને મેઈન્સની તૈયારીઓને અલગ ન રાખી સંયુક્ત રીતે જ તૈયારી કરો. કોઈની કહેલી વાત મુજબ ચાલવા કરતા તેની ખરાઈ કર્યા બાદ તેનો સ્વીકાર કરો. અધિકારી તરીકેની પહેલી શિસ્ત એ સ્વનિર્ભરતા છે. તૈયારીઓમાં સ્વનિર્ભરતા લાવો.

નીચે solutionsની fileના download માટેની link મુકેલ છે. 

આવનાર સમયમાં કંઇક નવા પ્રયોગ સાથે મળીએ.

Blog-GPSC-2019-Pre-Solutions.pdf (4138 downloads)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *