આમુખ

જો ૧૫ ઓગષ્ટ ઉજવાય, જો ૨૬ જાન્યુઆરી ઉજવાય, તો ૨૬ નવેમ્બર કેમ નહીં? આ વિચાર સાથે સંવિધાન કરિયર એકેડેમીએ ૨૬ નવેમ્બર, ૨૦૧૪ના રોજ સંવિધાન દિવસ/રાષ્ટ્રીય કાયદા દિવસ ઉજવ્યો હતો. વર્ષ ૨૦૧૫માં ભારત સરકારના આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાના નિર્ણયે સુખદ લાગણી આપી કે જ્યાં એકેડેમીએ આવી ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૧૪માં જ કરી દીધી હતી. સંવિધાન કરિયર એકેડેમીએ  સંવિધાન દિવસની ઉજવણીને પોતાના પાયાના મૂલ્યો અને આદર્શોની ઘોષણા માટેની તક તરીકે લીધી. અને આ ઘોષણા અમારી નીતિસંહિતા/અમારા આમુખ, ‘અમારું સંવિધાન’ના સ્વરૂપમાં આવી. આ મૂલ્યોએ અમને માર્ગદર્શન આપ્યું છે અને જ્યાં સુધી સંસ્થાનું અસ્તિત્વ છે ત્યાં સુધી માર્ગદર્શિત કરતાં રહેશે.