શિક્ષણ પદ્ધતિ

એકેડેમીની શિક્ષણપધ્ધતિ પરંપરાગત રહી સાંપ્રત બનવાની, જટિલ રહી સરળ બનવાની છે. આ અભિગમ ઈરાદાપૂર્વક સ્વીકારાયેલ છે કે જેથી પાવર પોઈન્ટ પ્રેઝંટેશન્સ અને વિડિયો લેક્ચર્સ દ્વારા ભણાવવાના કહેવાતા સાંપ્રત અભિગમ સામે વિરોધ ઊભો કરી શકાય. શિક્ષણનો પરંપરાગત અભિગમ કે જ્યાં આંતરવૈયક્તિક સંવાદ કેન્દ્રમાં રહેતો તે જાણે વિસરાઈ રહ્યો છે અને શિક્ષણના મધ્યમોના સરળીકરણના અતિરેકના કારણે શિક્ષક નેરેટરમાં તબદીલ થઈ ગયો છે. એકેડેમી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વની સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે જે પરંપરાગત રીતે સાંપ્રત બની રહે.

વિગતોની સરળતા પામવા તેમની જટિલતા જાણવી પડે. એકેડેમી એ બાબતનું ગૌરવ લે છે કે અમે પરીક્ષાઓની તૈયારી માટેના સૌથી અઘરા રસ્તાઓ અખત્યાર કરીએ છીએ કેમકે કોઈ મહાન લક્ષ્ય સાધારણ સાધનોની મદદથી મેળવી ન શકાય. આ કઠિન માર્ગોથી પસાર થવાની પ્રક્રિયા અભ્યાસને એક વાસ્તવિક અભ્યાસનો અનુભવ બનાવે છે. સંસ્થાએ પોતાના ધારાધોરણો અને માપદંડો ઊભા કરેલ છે કે જેમની સાથે લક્ષ્યોને પામવાની આ પ્રક્રિયા દરમિયાન ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી.  એકેડેમીની શિક્ષણપધ્ધતિના જુસ્સાનો સાર શબ્દોમાં પૂરો વર્ણવી નહીં શકાય. આ માટે આપની એકેડેમીની મુલાકાતને તક આપો તે સાર કાઢવાની, ટેસ્ટીમોનિયલ્સ વિભાગમાં વિદ્યાર્થીઓના વિચારોને વાત કહેવા દો.