જે માપદંડો પ્રાપ્ત કરવાના સ્વપ્ન મેં હરહમેંશ જોયા છે તે જાળવી રાખવાના દ્રઢ નિશ્ચય સાથે, જે શ્રેષ્ઠ છે તેને પૂરું પાડવાના સંકલ્પ સાથે, આ ક્ષેત્રની શ્રેષ્ઠ ગુણવત્તાઓ ધરાવતા વ્યક્તિ બનવાની અભિલાષા સાથે ૨૪ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ મેં મારી કોચિંગ સંસ્થા ‘સંવિધાન કરિયર એકેડેમી’ની જાહેરાત કરી હતી. સંસ્થાનું ઉદઘાટન ૧ નવેમ્બર, ૨૦૧૪ના રોજ કરવામાં આવ્યું. એકેડેમીએ જે સૌથી પહેલો કોર્સ પૂરો પડ્યો તે જીપીએસસી વર્ગ ૧ અને ૨ની મુખ્ય પરીક્ષા માટે હતો. અને ત્યારબાદ સંસ્થા રાજ્ય સ્તરની વિવિધ સેવાઓ માટેની પરીક્ષાઓ અને યુપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ માટેના વર્ગો પૂરી પડતી રહી.અત્યાર સુધીમાં એકેડેમીએ યુપીએસસી સનદી સેવા પરીક્ષા માટે બે બેચીસ, જીપીએસસી વર્ગ ૧ અને ૨ મુખ્ય પરીક્ષા સામાન્ય અભ્યાસ માટે બે બેચીસ, જાહેર વહીવટ (વૈકલ્પિક વિષય) માટે બે બેચીસ, નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી પ્રાથમિક કસોટી માટે બે બેચીસ, નાયબ મામલતદાર/નાયબ સેક્શન અધિકારી મુખ્ય પરીક્ષા માટે એક બેચ, PSI/ASI/કોન્સ્ટેબલ પરીક્ષાઓ માટે ત્રણ બેચીસ અને રેવન્યૂ તલાટી પરીક્ષા માટે એક બેચ કરેલ છે. બે વર્ષથી થોડા જ વધુ સમયના આયુષ્યમાં સંસ્થાના 30થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ સેવાઓમાં પસંદગી પામ્યા છે.