GPSC Mains/GS-2/Model Test Paper-2

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 3 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 3 marks.

 

1) “ભારતની સર્વોચ્ચ અદાલત એ ભારત સંઘના ઘટકો વચ્ચેના વિવાદો સાંભળવા માટેનું એકમાત્ર સ્થળ છે.”સમજાવો.

“Supreme Court of India is the only place to hear the disputes between units of Indian Union.” Explain.

 

2) નાણાં પંચ વિષે માહિતી આપો.

Write about Finance Commission.

 

3) ભારતમાં સ્થાનિક સ્વરાજના મેગ્ના કાર્ટા વિષે જણાવો.

Write about Magna Carta of Local Self-Government in India.

 

4) “વહીવટ એ ભપકાદાર શબ્દ છે પરંતુ તેનો અર્થ ઘણો વિનમ્ર છે.” સમજાવો.

“Administration is a pompous word but it has very humble meaning.” Explain.

 

5) “જાહેર વહીવટ વિશેનો વિષયવસ્તુ દ્રષ્ટિકોણ એ POSDCORB દ્રષ્ટિકોણના પ્રત્યાઘાત સ્વરૂપે તૈયાર થયો.” સમજાવો.

“The subject matter view of Public Administration originated in response to the POSDCORD view.” Explain.

 

6) બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓ વચ્ચે શું તફાવત છે?

What is the difference between Constitutional and Statutory bodies?

 

7) “The Study of Administration” નિબંધ વિષે જણાવો.

Write about the essay “The Study of Administration.”

 

8) Meta-ethics વિષે જણાવો.

What is Meta-ethics?

 

9) પ્રમાણિકતા એટલે શું?

What is honesty?

 

10) મૂલ્ય એટલે શું?

What is value?

 

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 5 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 5 marks.

 

11) ભારતના બંધારણમાં ચૂંટણીઓ દ્વારા લોકતંત્રને જાળવી રાખવા માટેની જોગવાઇઓ જણાવો.

What are the provisions in the Constitution of India as regards maintaining the democracy with the help of elections?

 

12) “રાજ્ય વિધાનમંડળમાં ઉપલા ગૃહની જરૂરિયાત નથી.” સમજાવો.

“There is no need of upper house in the state legislature.” Explain.

 

13) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રહેલ કલ્યાણકારી રાજ્યનો ખ્યાલ સમજાવો.

Write about the concept of welfare state in Kautilya’s Arthashstra.

 

14) રાજ્ય, નાગરિક સમાજ અને બિન-સરકારી સંસ્થાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

Differentiate between State, Civil Society and Non-Government Organizations.

 

15) આંતરિક અને બાહ્ય મૂલ્યો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

What is the difference between intrinsic and extrinsic values?

 

16) વલણ-બદલાવ ઉપર અસર કરતાં પરિબળો કયાં છે?

What are the factors affecting attitude-change?

 

 

નિમ્નલિખિત દરેક પ્રશ્નના 10 ગુણ માટે જવાબ આપો.

Answer each of the following questions for 10 marks.

 

17) શું ભારતમાં સમાવયિતાનો ખ્યાલ જળવાઈ રહ્યો છે?

Has the concept of Federalism sustained in India?

 

18) “રાજયપાલ એક સ્વતંત્ર બંધારણીય પદ છે.” ચર્ચા કરો.

“Governor is an independent constitutional office.” Discuss.

 

19) “ભારતના બંધારણના ભાગ-9ના કારણે દેશમાં પ્રતિનિધિ લોકશાહી એ ભાગીદારી લોકશાહીમાં તબદીલ થઈ છે.” પૃથક્કરણ કરો.

“Due to Part-9 of the Constitution of India, the representative democracy has got converted into participatory democracy in India.” Analyze.

 

20) “સામાજિક અન્વેષણ એ નાગરિકો દ્વારા સરકારને પ્રતિભાવશીલ બનાવવા વિષે છે.” સમજાવો.

“Social Audit is about making government responsive by the citizens.” Explain.

 

21) નાગરિક અધિકારપત્રના અમલીકરણ સિવાય સુશાસનનો ખ્યાલ કઈ રીતે અધૂરો છે ? ભારતનો સંદર્ભ લઈ મુદ્દાની સ્પષ્ટતા કરો.

How the concept of Good Governance is incomplete without the implementation of Citizen’s charter? Clarify the subject with reference to India.

 

22) “હાલની ભારતની શાસનપ્રણાલી એ બ્રિટીશર્સની દેણ છે.” સમજાવો.

“The present form of polity in India is the legacy of Britishers.” Explain.

 

23) “જ્યારે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર સંઘર્ષમાં ઉતરે ત્યારે વિજય અર્થશાસ્ત્રનો થાય છે.” વિધાનનું પૃથક્કરણ કરો.

“When there is conflict between Economics and Ethics, Economics wins.” Analyze the statement.

 

24) ‘અંગત સંબંધોમાં નીતિશાસ્ત્ર’ની ‘જાહેર સંબંધોમાં નીતિશાસ્ત્ર’ સાથે તુલના કરો.

Compare ‘Ethics in Private relationship’ and ‘Ethics in Public relationship’.

 

25) “જાહેર વહીવટમાં ભ્રષ્ટાચાર એ ભાવનાત્મક બુદ્ધિમત્તાના અભાવની નીપજ છે.” પૃથક્કરણ કરો.

“Corruption in Public Administration is the result of deficiency of Emotional Intelligence.” Analyze.

 

Dr. Vikalp R. Kotwal

(M) 84697 43567

 

www.vikalpkotwal.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *