સંવિધાન કરિયર એકેડેમી
– Dr.Vikalp R. Kotwal
શત્રુ સંપત્તિ(Enemy Property)
થોડા દિવસ પહેલા Gujarati Vidyarthi નામની YouTube channel માટે સાંપ્રત પ્રવાહોને લગતો વીડિઓ લેકચર તૈયાર કરવાનો થયો. આ વીડિઓ લેકચરની નીચે મુકેલી છે. લેક્ચરમાં જે શત્રુ સંપત્તિના વિષય પર ચર્ચા કરેલી છે તે વિગતો નીચે આપેલી છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગમાં લઇ શકે. ઉપરાંત અંતે તે વિષય પરના સંભવિત પ્રશ્નો પણ આપેલ છે.
જે દેશ સાથે ભારત દેશ યુદ્ધની પરીસ્થિતિમાં હોય તે દેશના નાગરીકો આપણા માટે શત્રુ વિદેશીઓ(Enemy aliens) કહેવાય.
બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકા અને બ્રિટને એમના દેશના જે વ્યક્તિઓ દેશ છોડીને શત્રુ દેશો એવા જર્મની અને જાપાન ચાલ્યા ગયા હતા તેમની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.
બીજા વિશ્વયુદ્ધ સમયે ભારતમાં બ્રિટીશ સરકારે Defence of India Act, 1939 અધીનિયમિત કર્યો. આ કાયદા હેઠળના નિયમો મુજબ Custodian of Enemy Property for Indiaનો હોદ્દો તૈયાર કરાયો. આ હોદ્દાને શત્રુ વિદેશીઓએ ભારતમાં છોડેલી સંપત્તિની સાચવણીની જવાબદારી સોંપાઈ.
બીજા વિશ્વયુદ્ધ બાદ અને તેથી આગળ સ્વતંત્રતા બાદ પણ આ હોદ્દો ચાલુ રહ્યો અને શત્રુ સંપત્તિની જવાબદારી આ Custodianને સોંપેલી રખાઈ.
આઝાદી બાદ ભારતે પહેલા વર્ષ 1962માં ચીન સાથે અને પછી વર્ષ 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનું આવ્યું. તેથી શત્રુ સંપત્તિમાં વધારો થયો. આને પગલે ભારતીય સંસદે વર્ષ 1968માં Enemy Property Act ઘડ્યો. આ કાયદા હેઠળ Custodian of Enemy Property for Indiaની જવાબદારીઓ અને સત્તાઓ યથાવત રખાઈ.
આ પ્રકારની સંપત્તિમાં સ્થાવર(immovable) અને જંગમ(movable) એમ બંને પ્રકારની સંપત્તિઓનો સમાવેશ કરાયો છે.
દેશમાં સૌથી વધુ શત્રુ સંપતિ ઉત્તર પ્રદેશ(કુલ 4,991)માં આવેલી છે. ત્યારબાદ બીજા ક્રમે સૌથી વધુ શત્રુ સંપત્તિ પશ્ચિમ બંગાળ(કુલ 2,735)માં આવેલી છે.
વર્ષ 1965ના યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ તાશ્કંદ કરારમાં નક્કી કરાયું હતું કે બંને દેશોમાં રહેલ શત્રુ સંપત્તિને પરત કરવાની શક્યતા ઉપર બંને દેશો ચર્ચા કરશે. પરંતુ પાકિસ્તાને ભારત સાથેના વર્ષ 1971ના યુદ્ધ બાદ આ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું અને આવી સંપત્તિ વેચી દીધી.
જુના કાયદા અનુસાર એવા દેશના નાગરિકો આપણા માટે શત્રુ ગણાતા કે જેમણે ભારત ઉપર બાહ્ય આક્રમણ કર્યું હોય. વર્ષ 2016માં આ વ્યાખ્યામાં સુધારો કરીને જોગવાઈ કરાઈ છે કે આવા શત્રુઓના કાનૂની વંશજો(legal heirs) પણ કાયદા મુજબ શત્રુ ગણાશે, પછી ભલે તે ભારતના નાગરિક હોય. ઉપરાંત જો તેમણે બીજા દેશની નાગરિકતા સ્વીકારી લીધી હોય તો પણ તેઓ શત્રુ જ ગણાશે.
આ શત્રુ સંપત્તિમાં Enemy sharesનો પણ સમાવેશ થાય છે. Enemy shares એટલે આ શત્રુઓના ભારતની કંપનીઓમાં shares. ભારતની અલગ-અલગ 996 કંપનીઓમાં આવા 20,323 શેરહોલ્ડર્સના 6.50 કરોડ shares છે. આમાંથી 588 જ કંપનીઓ કાર્યરત છે. તેમાંથી પણ 139 કંપનીઓ જ listed છે. હાલના ભાવે આ sharesની કિંમત અંદાજે 3,000 કરોડ રૂપિયા છે.
હાલમાં ભારત સરકારે આ enemy sharesને વેચવાનો નિર્ણય લીધો છે.
Custodian of Enemy Property for India પાસે આવા વેચાણનો અનુભવ ન હોવાના કારણે સરકારે આ જવાબદારી DIPAM(Department of Investment and Public Assest Management)ને સોંપી છે. નોંધનીય છે કે DIPAM એ જાહેર સાહસોમાં વિનિવેશીકરણની જવાબદારી સંભાળે છે.[વધુ માહિતી માટે ડૉ.વિકલ્પ કોટવાલ દ્વારા લિખિત ‘ભારતીય અર્થવ્યવસ્થા’ પુસ્તકમાંથી ભારત સરકારની વિનિવેશીકરણની નીતિ વાંચવી]
Enemy sharesના વેચાણથી થયેલી આવકને વિનિવેશીકરણથી થયેલી આવક(Disinvestment proceeds) ગણવામાં આવશે. અહીં નોંધીએ કે ભારત સરકારે 2019-‘20ના અંદાજપત્રમાં વિનિવેશીકરણથી 1,05,000 કરોડ રૂપિયાની આવક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવામાં enemy sharesથી થતી આવક મહત્વનો ભાગ ભજવશે. સાથે નોંધીએ કે સરકાર વિનિવેશીકરણથી થયેલી આવક રાષ્ટ્રીય રોકાણ ભંડોળ(National Investment Fund – NIF)માં જમા કરાવે છે. આ ભંડોળને નાબૂદ કરવાની ભલામણ 14માં નાણાં પંચે કરેલ હતી.
આ આવકથી સરકારને પોતાની રાજકોષીય ખાધ(Fiscal deficit) 3.3% સુધી નિયંત્રિત કરવામાં મદદ રહેશે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં Wipro કંપનીમાંના આવા enemy sharesને વેચીને ભારત સરકારે 1,195 કરોડ રૂપિયાની આવક કરી છે. આ sharesને Life Insurance Corporation, General Insurance Corporation અને The New India Assurance Corporation એમ ત્રણ જાહેર સાહસો દ્વારા ખરીદવામાં આવ્યા છે.
સંભવિત પ્રશ્નો
1) કયા યુદ્ધ બાદ ભારતીય સંસદે શત્રુ સંપત્તિ અધિનિયમ ઘડ્યો?
a) ભારત-ચીન યુદ્ધ 1962
b) ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965
c) ભારત-પાકિસ્તાન યુદ્ધ 1971
d) ભારત-પાકિસ્તાન યુદ્ધ 1999
2) સૌથી વધુ શત્રુ સંપત્તિ કયા રાજ્યમાં આવેલી છે?
a) ગુજરાત
b) મધ્ય પ્રદેશ
c) કર્ણાટક
d) ઉત્તર પ્રદેશ
3) શત્રુ સંપત્તિમાં કેવી સંપત્તિનો સમાવેશ કરાય છે?
a) સ્થાવર
b) જંગમ
c) a અને b બંને
d) એક પણ નહિ
4) સૌથી પહેલીવાર Custodian of Enemy Propertyનો હોદ્દો કયા કાયદા હેઠળ તૈયાર કરાયો હતો?
a) Official Secrets Act, 1923
b) Defence of India Act, 1939
c) Indian Independence Act, 1947
d) Enemy Property Act, 1968
5) ભારત સરકારે તાજેતરમાં Enemy shares વેચવાની જવાબદારી કોને સોંપી છે?
a) Department of Revenue
b) Department of Expenditure
c) Department of Disinvestment
d) Department of Investment and Public Asset Management
6) Enemy Property Act મુજબ શત્રુ એટલે કોણ?
a) એ દેશના નાગરીકો કે જેમને ભારતના શત્રુઓને આશરો આપ્યો હોય
b) ભારત ઉપર આક્રમણ કરનાર દેશના નાગરિકો
c) પાકિસ્તાન અને ચીનના નાગરિકો
d) ઉપરનામાંથી એક પણ નહિ
7) હાલના ભારત સરકારના નિર્ણય મુજબ Enemy sharesના વેચાણથી સરકારને થયેલી આવક કેવી આવક ગણાશે?
a) કર આવક(Tax revenue)
b) મહેસૂલી આવક
c) વિમૂડીકરણથી થયેલી આવક
d) એક પણ નહિ
8) હાલમાં સરકારે Enemy sharesના વેચાણથી કેટલી આવક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે?
a) 1,000 કરોડ
b) 1,150 કરોડ
c) ૩,000 કરોડ
d) 1,05,000 કરોડ
9) NIF વિષે શું સાચું છે?
a) તેમાં સરકારની વિનિવેશીકરણથી આવક જમા કરાવવામાં આવે છે
b) 14મા નાણા પંચે તેણે નાબૂદ કરવાની ભલામણ કરી હતી
c) a અને b બંને
d) એક પણ નહિ
10) Enemy Property Act મુજબ નીચેનામાંથી કોણ શત્રુની વ્યાખ્યામાં ગણાય નહિ?
a) શત્રુના કાનૂની વંશજો જે ભારતીય નાગરિક છે
b) જે શત્રુ વ્યક્તિએ બીજા દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે
c) a અને b બંને
d) ઉપરોક્ત બંને શત્રુ ગણાય
Answer keys :
1 – b
2 – d
3 – c
4 – b
5 – d
6 – b
7 – c
8 – c
9 – c
10 – d
SAMVIDHAAN Career Academy
– An Institute for Public Services Aspirant
Ahmedabad Centre :
B-211, Ganesh Plaza, beside Post office, near AMTS bus stop, Navrangpura. (M) 63535 00816 |
Gandhinagar Centre :
B-401/b, Atria Business Hub, near Sargasan Cross roads. (M) 84697 43567 |